વૃક્ષ શી લીલાશ જ્યારે…- જિતેન્દ્ર પ્રજાપતિ

By heenaparekh  

.

વૃક્ષ શી લીલાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે;

પાન શી નરમાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

બે ઘડી વાતો કરી છૂટા પડ્યાની વાત વીતે આજે કૈં વર્ષો થયા હોવા છતાંયે ક્યાંક; એ

વાતની ભીનાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

જિંદગીમાં આમ તો કૈં કેટલા ચહેરા વિશેની જાણકારી આપણે રાખી હશે કૈં તે છતાં,

એ બધાનો ભાસ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

લાગણી નતમસ્તકે દરવાજે ઊભી હો અને મન સાવ… અદકું થૈ કરે જ્યાં આંખ આડા કાન કૈં;

ને પછી કંકાસ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

આખરી મુકામ પર કેવળ અને કેવળ હશે સારપ બધી સંગાથમાં કૈં એમ વિચારો અને;

બે ઘડી નવરાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

( જિતેન્દ્ર પ્રજાપતિ )

Share

3 Comments

  1. Posted January 17, 2012 at 10:03 am | Permalink | Reply

    ખુબ જ સરસ

  2. Posted January 17, 2012 at 7:55 pm | Permalink | Reply

    હિનાબેન,
    જિતેન્દ્ર પ્રજાપતિ ની સુંદર અને મનનીય રચના શેર કરવા બદલ ધન્યવાદ ! માનવી ણે પોતાના પણાનો એહસાસ ક્યારે ક્યારે થવો જોઈએ તેની સુંદર વાત રચના દ્વારા કહી છે..

  3. Posted January 20, 2012 at 7:15 pm | Permalink | Reply

    Nice One.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME