આવડે છે – દિનેશ કાનાણી

.

બેઉ હાથે દાન કરતા આવડે છે

ને વ્યથાઓ મ્યાન કરતા આવડે છે

 .

સાંજ પડતા ઘર તરફ પાછો વળું છું

એટલી ઉડાન કરતા આવડે છે

 .

હું નદીની જેમ વ્હેતો રાત-દિવસ

એ જ રીતે ધ્યાન કરતા આવડે છે

 .

એટલે તો પાંદડા ગણતો નથી હું

વૃક્ષનું સન્માન કરતા આવડે છે

 .

એટલો તો મનમાં છે વૈભવ મળ્યો કે

જીવ જાજરમાન કરતા આવડે છે

 .

( દિનેશ કાનાણી )

Share this

7 replies on “આવડે છે – દિનેશ કાનાણી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.