સાબિત થાય – સંજુ વાળા

By heenaparekh  

.

તપી તૂટી તણાઈ સોનું સાબિત થાય

બધી સ્થિતિ વટાવી હોવું સાબિત થાય

 .

જરા ઓગળતા ઓળખ મ્હોરું સાબિત થાય

ને મ્હોરાં એકઠાં થઈ ટોળું સાબિત થાય

 .

તણખલા જેવડું એક તથ્ય પણ ક્યારેક

ઘરોબો કેળવી મસમોટું સાબિત થાય

 .

કદી કાપડનો અમથો ટુકડો ધારે-

-થવા વરણાગી તો, ઘરચોળું સાબિત થાય !

 .

સુરીલું વાગવાની કામના લઈને –

હું નમણી ફૂંક મારું, પોલું સાબિત થાય !

 .

હજારો વાહ-વાહ કહી’ને ગયાં, ને તું-

રહીને ચૂપ રસનું ધોયું સાબિત થાય !

 .

એને પત્રબોમ્બની ક્યાં જાણ છે સ્હેજે ?

કબૂતર ભોળું છે, ને ભોળું સાબિત થાય !

 .

પૂરા પૂર્ણત્વને પામી જવા કરતાં-

ભલેને એય અરધું-પોણું સાબિત થાય !

 .

( સંજુ વાળા )

Share

2 Comments

  1. મીનેશ
    Posted February 2, 2012 at 2:07 pm | Permalink | Reply

    વાહ. મજા આવી ગઈ. કંઈ અનોખું લાગે છે યાર.

  2. Posted February 2, 2012 at 7:07 pm | Permalink | Reply

    કદી કાપડનો અમથો ટુકડો ધારે -
    - થવા વરણાગી તો, ઘરચોળું સાબિત થાય…વાહ.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME