શ્રદ્ધાથી મણકા – મધુમતી મહેતા

By heenaparekh  

.

સુખની સાથે દુ:ખ તો જાણે હોવાનું તે હોવાનું છે

પોતાના પાલવથી આંસુ લ્હોવાનું તે લ્હોવાનું છે

 .

શ્રદ્ધાથી મણકા ફેરવતાં થાકી ગઈ છે આંગળીઓ તે

ખાલી ફરતા છટકામાં મન ખોવાનું તે ખોવાનું છે

 .

ડાઘો હોય ગુલાબી, રાતો કે જાંબુડિયા જલસા જેવો

પોતાનું પ્હેરણ તો ખુદને ધોવાનું તે ધોવાનું છે

 .

સાવ જ ખાલી ઘર ભરવા અનરાધારે આવે છે એ પણ

ખાલી કેમ કરી કરવું એ જોવાનું તે જોવાનું છે

 .

દરિયામાં રમતી માછલીયું જેવા સૌને લાગે છે પણ

મ્હેતાને માછલીયું જેવું રોવાનું તે રોવાનું છે

 .

( મધુમતી મહેતા )

Share

3 Comments

  1. Posted February 7, 2012 at 2:08 pm | Permalink | Reply

    આવ્યા હતાં એકલા અને જવાનું પણ એકલા તો આ વચ્ચેનો સફર કાપવાનો પણ એકલા જ ને…તો દરેક વસ્તુ કરવી પણ જાતે જ પડવાની ને – એકલા. Nice One.

  2. Posted February 7, 2012 at 5:15 pm | Permalink | Reply

    સ-રસ ! બધા શેર મજાના થયા છે….

  3. Posted February 10, 2012 at 8:25 pm | Permalink | Reply

    ગઝલના બધા જે શેરમાં જીવનની હકીકત નું યોગ્ય ધ્યાન દોરે છે અને ચેતવણી સાથે જાગ્રતતા આપે છે… ખૂબજ સુંદર !

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME