સુમિરન મેરા હરિ કરૈ – ફારુક શાહ

.

માલા જપૂં ન કર જપૂં

જિહ્વા જપૂં ન નામ

સુમિરન મેરા હરિ કરૈ

મૈં પાયા બિસરામ..”

-દાદુ દયાળ

 .

દો પાટન કે બીચ પડું ત્યાં સુમિરન મેરા હરિ કરૈ

ભીંસાયેલાં અંગ ધરું ત્યાં સુમિરન મેરા હરિ કરૈ

 .

સાંજ-સબેરે ઔર કછુ ના સુઝે મેરી અંખિયોં કો

ધોધમાર સે રડું રડું ત્યાં સુમિરન મેરા હરિ કરૈ

 .

છતિયનમાં અંગારા ભડકે એવા મારા ભાગ લિખ્યા

પેની લગ જબ ઝુલસ પડું ત્યાં સુમિરન મેરા હરિ કરૈ

 .

નસનસમાં કાંઈ ઊમડ-ગરજ કે સમદર શોર મચાવે હૈ

ઔર હું તળિયે સાવ સરું ત્યાં સુમિરન મેરા હરિ કરૈ

 .

ભેજ્યો એવાં ફૂલ કે જેમાં હોય મહેકના રેલા જી

તાકિ જેવો શ્વાસ ભરું ત્યાં સુમિરન મેરા હરિ કરૈ

 .

( ફારુક શાહ )

2 thoughts on “સુમિરન મેરા હરિ કરૈ – ફારુક શાહ

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.