શું કરશો ? – ‘રાઝ’ નવસારવી

By heenaparekh  

.

નથી જેને સમજવું એને સમજાવીને શું કરશો ?

તમે જડભરત પથ્થરને પીગળાવીને શું કરશો ?

.

ઘડીભરની આ સંગત છે, સમય સાથે સરી જાશે,

પછી આંસુ બનીને આંખમાં આવીને શું કરશો ?

 .

ગતિમય જિંદગી તો રાહ પોતાનો કરી લેશે,

તમે વહેતા ઝરણને માત્ર અટકાવીને શું કરશો ?

 .

તમે સાથે ન આવો તો કશો આનંદ ક્યાં મળશે ?

તમે મારી સફરનો રાહ બતલાવીને શું કરશો ?

 .

ગજું ક્યાં છે તમારું ‘રાઝ’ કે સ્વાગત કરો એનું,

જવા દો, આ દશામાં એને બોલાવીને શું કરશો ?

.

( ‘રાઝ’ નવસારવી )

Share

One Comment

  1. Posted February 10, 2012 at 8:21 pm | Permalink | Reply

    ગજુ ક્યાં છે તમારું ‘રાઝ’ કે સ્વાગત કરું એનું ..
    જવા દો એને, આ દશામાં એને બોલાવીને શું કરશો?

    ખૂબજ સુંદર રચના !

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME