ક્યાં સુધી – શબાબ

.

હું તને અયદિલ મનાવું ક્યાં સુધી

આંખમાં દરિયો છુપાવું ક્યાં સુધી

 .

તેં જ મારા થઈ દીધો મુજને દગો

શ્વાસ મારા હું ટકાવું ક્યાં સુધી

 .

એક બે ફરિયાદ હો તો ઠીક છે

સાગરે મોજાં ગણાવું ક્યાં સુધી

 .

યાદનાં પંખી સતત ફોલ્યાં કરે

ચીસ મારી હું સુણાવું ક્યાં સુધી

 .

મોતનું ઓઢી કફન બોલ્યાં ‘શબાબ’

શબ્દની મહેફિલ સજાવું ક્યાં સુધી

.

( શબાબ )

Share this

8 replies on “ક્યાં સુધી – શબાબ”

  1. એક બે ફરિયાદ હો તો ઠીક છે,
    સાગરે મોજા ગણવું ક્યાં સુધી?

    બહુ અઘરું છે ને આ??? આખી જિંદગી આમ જ વિતવાની…મારી સાથે.

  2. એક બે ફરિયાદ હો તો ઠીક છે,
    સાગરે મોજા ગણવું ક્યાં સુધી?

    બહુ અઘરું છે ને આ??? આખી જિંદગી આમ જ વિતવાની…મારી સાથે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.