જીવી ગયો હોત – જયંત પાઠક

By heenaparekh  

કોઈ નથી-ના આ બંધ ઓરડામાં

આંટા મારતી

મારી એકલતાના કાનમાં

તમે ‘હું છું ને’ એટલું જ બોલ્યાં હોત

તો હું જીવી ગયો હોત,

મરણના મારગે આ ચરણ ઉપડ્યા ત્યારે

તમે માત્ર ‘ઊભા રહો’ એટલું જ કહ્યું હોત

તો હું જીવી ગયો હોત;

મુખ પર ઢંકાયેલી

મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને

તમે માત્ર ‘કેમ છો?’ એટલું જ પૂછ્યું હોત

તો હું જીવી ગયો હોત

 

આમ તો કદાચ

મરવા કરતાં જીવવાનું જ સહેલું હતું

પણ…તે મારા હાથમાં નહોતું !

 .

( જયંત પાઠક )

Share

One Comment

  1. Posted February 18, 2012 at 8:48 pm | Permalink | Reply

    ખૂબજ માર્મિક ભાવ સાથેની રજૂઆત ! અતિ સુંદર.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME