.
આશા-ઈચ્છાથી પર મને લઈ જા,
ને નિરાશાથી પર મને લઈ જા.
.
હું સમસ્યા છું, બીજું કંઈ જ નથી,
આ સમસ્યાથી પર મને લઈ જા.
.
તારી સાથે વિતાવું છું ક્ષણ-ક્ષણ,
આ ક્ષણીકતાથી પર મને લઈ જા.
.
તું બતાવી દે મારું સ્વર્ગ મને,
મારી દુનિયાથી પર મને લઈ જા.
.
રાહ જોઉં છું, આવ, આવ અને;
આ પ્રતીક્ષાથી પર મને લઈ જા.
.
જે તૂટી જાય એવું બંધન શું ?
આજે ‘હા’-‘ના’ થી પર મને લઈ જા.
.
( રઈશ મનીઆર )
ચલ…!!! જો તું પોતે એક સમસ્યા હોય અને એથી પર આવવું હોય મારી કોર તો મારા પગલે ચાલવા જેટલી તસ્દી તો લેવી જ રહી…!!!
ચલ…!!! જો તું પોતે એક સમસ્યા હોય અને એથી પર આવવું હોય મારી કોર તો મારા પગલે ચાલવા જેટલી તસ્દી તો લેવી જ રહી…!!!
હિનાબેન,
રઈશ મનીઆર ની ખૂબજ સુંદર રચના શેર કરવા બદલ ધન્યવાદ !
હિનાબેન,
રઈશ મનીઆર ની ખૂબજ સુંદર રચના શેર કરવા બદલ ધન્યવાદ !