લઈ જા – રઈશ મનીઆર

.

આશા-ઈચ્છાથી પર મને લઈ જા,

ને નિરાશાથી પર મને લઈ જા.

 .

હું સમસ્યા છું, બીજું કંઈ જ નથી,

આ સમસ્યાથી પર મને લઈ જા.

 .

તારી સાથે વિતાવું છું ક્ષણ-ક્ષણ,

આ ક્ષણીકતાથી પર મને લઈ જા.

 .

તું બતાવી દે મારું સ્વર્ગ મને,

મારી દુનિયાથી પર મને લઈ જા.

 .

રાહ જોઉં છું, આવ, આવ અને;

આ પ્રતીક્ષાથી પર મને લઈ જા.

 .

જે તૂટી જાય એવું બંધન શું ?

આજે ‘હા’-‘ના’ થી પર મને લઈ જા.

 .

( રઈશ મનીઆર )

Share this

4 replies on “લઈ જા – રઈશ મનીઆર”

  1. ચલ…!!! જો તું પોતે એક સમસ્યા હોય અને એથી પર આવવું હોય મારી કોર તો મારા પગલે ચાલવા જેટલી તસ્દી તો લેવી જ રહી…!!!

  2. ચલ…!!! જો તું પોતે એક સમસ્યા હોય અને એથી પર આવવું હોય મારી કોર તો મારા પગલે ચાલવા જેટલી તસ્દી તો લેવી જ રહી…!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.