.
દિવસ, મહિના, સાલ વિશે શું લખું તને ?
વહેતા સમયની ચાલ વિશે શું લખું તને ?
.
ચાલે છે ઠીક ઠીક ને એ રીતે ચાલશે,
જીવનની આજકાલ વિશે શું લખું તને ?
.
હે દોસ્ત ! એ તો જાત અનુભવની ચીજ છે,
હું પ્રેમના કમાલ વિશે શું લખું તને ?
.
તું જાણવા ચહે છે કે ખામોશ કેમ છું ?
અંગત છે, એ સવાલ વિશે શું લખું તને ?
.
એવુંય થાય છે, કદી ઘાતક બને છે એ,
હું દોસ્તોની ઢાલ વિશે શું લખું તને ?
.
ચિંતા નથી જ્યાં સહેજ મને વર્તમાનની,
વીતી ગયેલી કાલ વિશે શું લખું તને ?
.
( ‘રાઝ’ નવસારવી )
સરસ અભિવ્યક્તિ…
સરસ અભિવ્યક્તિ…
હિનાબેન,
હકીકત છે જેને ચિતા નથી વર્તમાન ની તે વીતી ગયેલ કાલ વિશે શું કહે?
સુંદર રચના !
હિનાબેન,
હકીકત છે જેને ચિતા નથી વર્તમાન ની તે વીતી ગયેલ કાલ વિશે શું કહે?
સુંદર રચના !