આટલામાં – રાજેશ વ્યાસ

.

પ્રથમ જ્યાં મળ્યાં એજ સ્થળ આટલામાં,

હિમાલય સમી એક પળ આટલામાં.

 .

ભલે રેત લાગે મૂકો સાચવી પગ,

અચાનક ઊઠે છે વમળ આટલામાં.

 .

અને એ પછી તો હજુ આજ સુધી,

સમયની એ છટકેલ કળ આટલામાં.

 .

હજુ કોઈ રાતે જતો સૂર્ય ઊગી,

અને થઈ જતો એ કમળ આટલામાં.

 .

જુઈ, પારિજાતક, ઘટાદાર પીપળ,

ઊગી ગઈ છે એકેક પળ આટલામાં.

 .

( રાજેશ વ્યાસ )

Share this

2 replies on “આટલામાં – રાજેશ વ્યાસ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.