હાથમાં – આદિલ મન્સૂરી

.

હોય શું બીજું તો ખાલી હાથમાં

ખાલીપો ખખડે સવાલી હાથમાં

 .

હોઠ પર ઘૂઘવતો દરિયો પ્યાસનો

કાચની એક ખાલી પ્યાલી હાથમાં

 .

ભાગ્યરેખા હાથથી સરકી ગઈ

રહી ગઈ બસ પાયમાલી હાથમાં

 .

હાથમાં ફીકાશ વધતી જાય છે

ક્યાંથી આવે પાછી લાલી હાથમાં.

 .

હાથ એનો હાથતાલી દૈ ગયો

ને હવે પડઘાય તાલી હાથમાં

 .

એક છાયા રાતભર ઘૂમે અહીં

ચાંદનીનો હાથ ઝાલી હાથમાં

.

(આદિલ મન્સૂરી )

Share this

4 replies on “હાથમાં – આદિલ મન્સૂરી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.