અલખ તણે અણસારે – સંદિપ ભાટિયા Mar13 . અલખ તણે અણસારે મેં નાવ મૂકી મઝધારે . હવે પવનનો સાથ મેં છોડ્યો સઢને સલામ કીધા સૌના પાલનહારાને મેં હાથ હલેસાં દીધાં . સૂર મળ્યો સૂનકારે અલખ તણે અણસારે . કોણ ખોબલે રેત ભરે જો હીરામોતી મળતાં હાથ જોડતાં મળે મંજિલો પ્હાડ બધા ઓગળતા . જ્યોત જલી અંધારે અલખ તણે અણસારે . ( સંદિપ ભાટિયા )