.
બુદ્ધિ પાપોથી ભરી હોય,
તો પ્રેમથી જ શુદ્ધ કરી શકાય છે.
જ્યારે એક વ્યક્તિને તમે પ્રેમ કરો છો,
તો તેને દુ:ખ દેવું મુશ્કેલ થઈ જાય છે.
તેનું સુખ તમારું સુખ,
તેનું દુ:ખ તમારું દુ:ખ
તેના જીવન અને તમારી વચ્ચેની
સીમા તૂટી ગઈ.
તમે એક-બીજામાં વહો છો.
જ્યારે આવી જ ઘટના કોઈ વ્યક્તિ અને
પરમાત્મા વચ્ચે ઘટે છે,
તો તેનું નામ પ્રાર્થના,
આરાધના, પૂજા, ભક્તિ
એ પ્રેમનું અંતિમ સ્વરૂપ છે.
.
.
જો પ્રેમની સંપદા તમારી પાસે હોય,
તો પરમાત્માની પણ આવશ્યકતા નથી હોતી,
પ્રેમ પોતે જ પર્યાપ્ત છે.
પ્રેમ જ એક માત્ર પરમાત્મા છે.
જો તમે પ્રેમ કરી શકો,
તો તમે પ્રેમ કરવામાં જ પરિપૂર્ણ થઈ જશો,
તમે ઉત્સવ મનાવી શકશો.
આ અસ્તિત્વ પ્રત્યે
તમે અનુગ્રહિત થઈ જશો.
જો તમે પ્રેમ કરવા સમર્થ છો,
તો પ્રેમ જ આશિષ બની જાય છે.
.
( ઓશો )
હિનાબેન,
ખૂબજ સુંદર વાત ઓશો ની લઈને આવ્યા છો. પરંતુ આ પ્રેમ સમજવો અને કરવો કેટલો સેહલો/સરળ છે ???? ચાલો આતો ઓશોના ખ્યાલ છે… સુંદર !
very true power of love to be understood and beleived by everyone and sorrows of life will disapear…