તો શું કરો – ક્રિષ્ના પંડ્યા

.

આંખ જો દદડી પડે તો શું કરો

શ્વાસ જો લથડી પડે તો શું કરો

 .

કેટલું ચાહો તમે તો મૌન રહેવા

હોઠ જો ફફડી પડે તો શું કરો

 .

હોય ચાહત ઘરમહીં એકાંતની

દ્વાર જો ખખડી પડે તો શું કરો

 .

કેટલી જહેમત પછી પહોંચો ઉપર

ટોચ જો ગબડી પડે તો શું કરો

 .

( ક્રિષ્ના પંડ્યા )

One thought on “તો શું કરો – ક્રિષ્ના પંડ્યા

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.