અહમના કેટલાયે ખૂણા – સુરેશ દલાલ

.

હજી મારે

અહમના કેટલાયે ખૂણા

કરવાના કૂણા.

 .

હજી ઘણીયે વાર

અભાનપણે

જાણે બીજાની જ વાતો કરતો હોઉં, એમ-

કોઈકની નિષ્ફળતાની આડે

મારી સફળતાની વાતો કરી લઉં છું.

કંઠમાં હાર ઝૂલતો હોય

તોય મને

એક પાંદડીની સ્પૃહા.

મારા ભર્યા ભર્યા ખંડ મને લાગી રહે ઊણા.

 .

હજી ઘણીયે વાર

મારા કાન

ઝાઝો સમય કોઈને હું દઈ નહીં શકું.

બીજાની પ્રશંસાને ઘણીયે વાર હું સહી નહીં શકું.

વૈશાખના આકાશ જેવું મારું આ હૃદય,

-હજી કોરું.

ભીંજવશે મને ક્યારે કોની કરુણા ?

 .

હજી મારે

અહમના કેટલાયે ખૂણા

કરવાના કૂણા.

 .

( સુરેશ દલાલ )

Share this

2 replies on “અહમના કેટલાયે ખૂણા – સુરેશ દલાલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.