.
રામ રસાયન સાચું,
અવર બધુંયે ઓસડ અમને સાવ લાગતું કાચું.
.
હાડ અને હૈયાની સાચી એ જ નાડી પારખતા,
નિદાનરૂપે જીવતરની પાટીમાં કશુંક લખતા,
.
એ અક્ષરને અવાવરુ આંખોથી હું તો વાંચુ !
રામ રસાયન સાચું.
.
થીજી ગયેલું લોહી આખરે એમ જ વહેતું થાતું,
મુરઝાયેલા મનનું પંખી જીવતું થઈ હરખાતું.
.
જંગલને શું કરવું, હું તો એક ઝાડને યાચું,
રામ રસાયન સાચું.
.
( નીતિન વડગામા )
.
હમમમ, હરિ સ્મરણ સિવાય જીવનમાં બધું કાચું આ રામ રસાયન સાચું …
સુંદર ભાવયુક્ત રચના !
હમમમ, હરિ સ્મરણ સિવાય જીવનમાં બધું કાચું આ રામ રસાયન સાચું …
સુંદર ભાવયુક્ત રચના !
હમમમ, હરિ સ્મરણ સિવાય જીવનમાં બધું કાચું આ રામ રસાયન સાચું …
સુંદર ભાવયુક્ત રચના !
Nice.
Nice.