મારે કશું કહેવું નથી – તુરાબ હમદમ

.

રોજની અફવા વિશે મારે કશું કહેવું નથી,

કોઈ પણ ઘટના વિશે મારે કશું કહેવું નથી.

 .

હોય જો દ્રષ્ટિ રજે રજમાં ખુદા દેખાય છે,

નામ સરનામા વિશે મારે કશું કહેવું નથી.

 .

કોણ જાણે ક્યાં પૂરો થાતો હશે કોને ખબર,

કોઈ પણ રસ્તા વિશે મારે કશું કહેવું નથી.

 .

પોત મારું ક્યાં સુધી પ્રગટી શકે તેની ફીકર,

કોઈ બીજાના વિશે મારે કશું કહેવું નથી.

 .

દ્વાર ખુલ્લાં જો તમે રાખી શકો તો ઠીક છે,

બંધ દરવાજા વિશે મારે કશું કહેવું નથી.

 .

આપને જો ઠીક લાગે તો જ દેજો દાદ પણ,

આ કવિતા વિશે મારે કશું કહેવું નથી.

.

આપણે ‘હમદમ’ હવે વિશ્વાસ કોનો રાખવો,

મારા પડછાયા વિશે મારે કશું કહેવું નથી.

 .

( તુરાબ હમદમ )

Share this

6 replies on “મારે કશું કહેવું નથી – તુરાબ હમદમ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.