દિવસ ઉથલાવતાં – ડો. મનોજ એલ. જોશી ‘મન’

.

દિવસ ઉથલાવતાં રહેવું, ખરેખર ખૂબ અઘરું છે,

ને રાતો વાંચતા રહેવું, ખરેખર ખૂબ અઘરું છે.

 .

ઉપરથી લાગતું સ્હેલું ! ખરેખર ખૂબ અઘરું છે,

ભીતરથી જાગતાં રહેવું, ખરેખર ખૂબ અઘરું છે.

 .

કોઈ માગે ને આપો કંઈ એ જુદી વાત છે, કિન્તુ

પ્રથમથી આપતા રહેવું, ખરેખર ખૂબ અઘરું છે.

 .

સમય ધક્કા લગાવે, પૂર્વગ્રહ પગ ખેંચતા કાયમ

લગોલગ ચાલતા રહેવું, ખરેખર ખૂબ અઘરું છે.

 .

નિરંતર ચાલવાની ટેવ છે શ્વાસોને, સારું છે !

નહીં તો જીવતા રહેવું ! ખરેખર ખૂબ અઘરું છે.

 .

( ડો. મનોજ એલ. જોશી ‘મન’ )

Share this

4 replies on “દિવસ ઉથલાવતાં – ડો. મનોજ એલ. જોશી ‘મન’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.