ઝળહળ થઈએ – તુરાબ ‘હમદમ’ May8 . ઝાંખુ ઝાંખુ ઝળહળ થઈએ, સાચી ખોટી અટકળ થઈએ. . ચોરી ચૂપકીથી પણ વાંચે, કોઈ સુગંધી કાગળ થઈએ. . સ્પર્શ કોઈનો દસ્તક દેશે, દરવાજો યા સાંકળ થઈએ. . મોતી સમજી દોડશે કોઈ, ફૂલની ઉપર ઝાકળ થઈએ. . છેક સમીપે પહોંચી શકીએ, એમની આંખનું કાજળ થઈએ. . યાદ કવિતા આવશે કોઈ, શબ્દોરૂપે અંજળ થઈએ. . અડધા અડધા થાય છે ‘હમદમ’, બે જ ઘડી જો વિહવળ થઈએ. . ( તુરાબ ‘હમદમ’ )
હિનાબેન,
સુંદર રચના !
Nice one.