.
એવા ઘણા છે જેઓ સકળને અતિક્રમે,
છે કોઈ એવા જે સ્વયંના છળને અતિક્રમે.
.
કાગળ છું મને બીજ તું અક્ષરનું આપજે;
દે વૃક્ષતાય એવી કે ફળને અતિક્રમે.
.
જેને પલાળવા સતત દરિયો મથી રહ્યો;
એ માછલીનું મન તો જળને અતિક્રમે.
.
જોકે સપાટી પર તું રમે છે રમત બધી;
પાસું તું ફેંકજે કે જે તળને અતિક્રમે.
.
આ એ જ છે અશરફ જે કસબમાં ભળી ગયો;
નિષ્ફળ ગયો ને તોય સફળને અતિક્રમે.
.
( અશરફ ડબાવાલા )
સુંદર રચના !
સુંદર રચના !
અમુક શેર મસ્ત…સારી છે.
અમુક શેર મસ્ત…સારી છે.
અશરફ ની કલમેથી જ આવું ઊંડાણ ઉદ્ભવે.. આફ્રીન
અશરફ ની કલમેથી જ આવું ઊંડાણ ઉદ્ભવે.. આફ્રીન