.
પહોંચ્યા ન ફરિશ્તાઓ, પયમ્બર નહીં પહોંચે,
માણસની આ ઔલાદને ઈશ્વર નહીં પહોંચે !
.
તારા સુધી કાગળ અને પત્તર નહીં પહોંચે,
આંગળીઓ બરફ થૈ ગઈ, અક્ષર નહીં પહોંચે.
.
બપ્પોર ઢળી સાંજ, કવેળાનું અંધારું;
ભૂલું પડ્યું બાળક તે ફરી ઘર નહીં પહોંચે.
.
બસ, આટલો ઈન્સાફ હું માગું છું જગતમાં:
નિર્દોષના માથા સુધી પથ્થર નહીં પહોંચે.
.
મારી આ વ્યથાને તો હું ચૂપચાપ સહી લઈશ,
તારા સુધી મારું કોઈ કળતર નહીં પહોંચે.
.
આ કેવી સપાટીની અનુભૂતિ મળી છે !
છે બહાર બધી ભીડ તે ભીતર નહીં પહોંચે.
.
ઝળહળ છે મહેફિલ, છતાં ખૂણામાં છે ઝાંખપ,
લાગે છે ત્યાં લગ કોઈ ઝુમ્મર નહીં પહોંચે.
.
તેં સ્વપ્ન તો ભવભવનાં બનાવ્યાં છે પરંતુ
એ ક્ષણ સુધી આ શ્વાસની હરફર નહીં પહોંચે.
.
( ભગવતીકુમાર શર્મા )
ભગવતીકુમાર શર્મા ની ખૂબજ સુંદર મનનીય રચના !
ભગવતીકુમાર શર્મા ની ખૂબજ સુંદર મનનીય રચના !
ભગવતીકુમાર શર્મા ની ખૂબજ સુંદર મનનીય રચના !
સાવ સાચી વાત છે, હવે કઈ પણ ક્યાંય પણ નહિ પહોંચે…
સાવ સાચી વાત છે, હવે કઈ પણ ક્યાંય પણ નહિ પહોંચે…