મારે તો જોઈએ – ચંદ્રકાંત શેઠ May18 . મારે નથી જોઈતું સ્વર્ગ નથી જોઈતું મુક્તિફળ; મારે તો જોઈએ કેવળ પાણી, મારા તરસ્યા ગામની પરબ ચાલતી રહે માટે. . મારે નથી જોઈતા નવનિધિ; મારે નથી જોઈતાં અષ્ટસિદ્ધિફળ; મારે તો જોઈએ કેવળ ધાન, મારા ભૂખ્યા ગામની ઘંટી ચાલતી રહે માટે. . મારે નથી જોઈતી ગાડી, ને નથી જોઈતી લાડી; મારે તો જોઈએ બસ માડી. મારા થાકેલા ગામને ખોળે લઈ સુવાડવા માટે. . ( ચંદ્રકાંત શેઠ )
હિનાબેન,
ખૂબજ સુંદર ભાવ સાથેની રચના ! ધન્યાવાદ !
Nice One.
Bahenji khubaj saras chhe.