તને ફોન કરું છું – સુરેશ દલાલ

.

તને ફોન કરું છું

ફોન મૂકવો પડે એટલે મૂકું છું.

ફરી પાછી લાગે છે ફોનની તરસ

હું વ્યાકુળ થઈને

તને ફોન કર્યા કરું એ તને ગમતું નથી.

હું સ્વસ્થ રહીને

તને ફોન ન કરું એ પણ તને ગમતું નથી.

એક વહેરાઈ ગયેલા જીવને

તું કરવત થઈને વહેર નહીં

કાનને શોષ પડે છે તારા અવાજનો

જીભ ઝંખે છે તારા નામને

એથી જ તો હું ફોન કરું છું.

ફોન મૂકું છું.

મારી તરસનો કોઈ અંત નથી.

 .

( સુરેશ દલાલ )

Share this

6 replies on “તને ફોન કરું છું – સુરેશ દલાલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.