હું માંડ છૂટ્યો છું – આહમદ મકરાણી

.

રહેવા દે મને જંજાળથી હું માંડ છૂટ્યો છું;

ઘડીભર શૂન્ય થૈ વિચારથી હું માંડ છૂટ્યો છું.

.

મને જંગલ અને ઝાડી ભીતરથી સાદ પાડે છે;

મને જકડી જતા સંસારથી હું માંડ છૂટ્યો છું.

 .

થયું કે બુદ્ધની માફક સદા નિર્લેપ થૈ જાઉં,

હૃદય બાળી જતા અંગારથી હું માંડ છૂટ્યો છું.

 .

બનીને અજનબી દેશે મને વિહાર કરવા દો;

જગતના ખોખલા વહેવારથી હું માંડ છૂટ્યો છું.

 .

બધીયે કાળની ગણના બની બેકાર જીવનમાં,

અનોખા અંકના સુમારથી હું માંડ છૂટ્યો છું.

 .

( આહમદ મકરાણી )

Share this

5 replies on “હું માંડ છૂટ્યો છું – આહમદ મકરાણી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.