મીરાં ચૂપ થઈ – સુરેશ દલાલ

.

ઘૂંઘટપટની ઘુઘરિયાળી વાત ગગનમાં ધૂપ થઈ,

એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ.

 .

મોરપિચ્છનો રંગ શરીરે ભયો ભયો થઈ વહેતો

મુરલીનો એક સૂર મીટમાં થીર થઈને રહેતો

યમુનાજલની કુંજગલનમાં મીરાં છૂપ થઈ

એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ.

 .

ઝેરકટોરો, પ્રેમકટારી અને હેમની ગાગર,

કાંઈ કશો નહીં ભેદ હવે તો સાંવરિયાનો સાગર;

વ્રજવૈકુંઠના વૃંદાવનમાં મીરાં શ્યામનું રૂપ થઈ;

એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ.

 .

( સુરેશ દલાલ )

Share this

2 replies on “મીરાં ચૂપ થઈ – સુરેશ દલાલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.