વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૧-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી હિંદુ ધર્મની વૈદિક સંસ્કૃતિના મોખરાના આચાર્ય અને મહાત્મા એવા પૂજ્ય સ્વામી દયાનંદ સરસ્વતી (કોઈમ્બતુર)ના શિષ્યા છે.

જેમને જીવનનું સત્ય જાણવાની ઈચ્છા છે તેમને તેઓ સરળ ભાષામાં ભગવદ્દગીતા અને ઉપનિષદો શીખવે છે. તેઓ સંસ્કૃતના વિદ્વાન હોવાથી મૂળ ગ્રંથો અને ભાષ્યોને સહજ રીતે વ્યક્ત કરે છે. તેમણે સ્વામી દયાનંદ સરસ્વતી પાસે ગુરુ પરંપરાથી ગુરુકુલમાં રહી દસ કરતાં વધારે વર્ષો સુધી વેદાંત અને સંસ્કૃતનું અધ્યયન કર્યું છે. તેમના કરુણામયી સ્વાભાવ અને સરળ જીવનશૈલીએ તેમને સામાન્ય માણસોના મહાત્મા બનાવ્યા છે. તેઓ ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં સારી રીતે બોલી શકે  છે.

ગુજરાતમાં છેલ્લા ૧૮ વર્ષથી તેઓ નવસારી, બારડોલી, વલસાડ, બીલીમોરા અને ભાવનગર વગેરે સ્થળોએ વેદાંતના અધ્યાપન અને પ્રચાર-પ્રસાર માટે ભગવદ્દગીતા,ઉપનિષદ અને ભાગવત અંગે પ્રવચનો આપે છે.

“આર્ષ વિદ્યા ટ્રસ્ટ’ના નેજા હેઠળ તેમણે પૂજ્ય સ્વામીજીના લગભગ ૨૮ પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કરી પ્રકાશન કર્યું છે. આ ઉપરાંત સ્વામીજીના “ગીતા હોમ સ્ટડી” નામના વિશાળ ગ્રંથનું “ગૃહે ગીતા અધ્યયન” નામે ગુજરાતીમાં અનુવાદ, પ્રકાશન કર્યું છે.

૨૦૦૩ના ઉનાળામાં સ્વામિનીજીએ તેમનો પ્રથમ વ્યાખ્યાન પ્રવાસ કેનેડા, યુ.એસ.એ. અને ન્યુઝીલેન્ડમાં કર્યો. જેમાં તેમણે અમેરિકામાં વોશિંગ્ટન, મેસાચુએટ્સ, ફ્લોરિડા, ટેક્સાસ, એરિઝોના, કોલોરાડો, ન્યુજર્સી, કેલિફોર્નિઆ અને પેન્સિલ્વેનિઆની મુલાકાત લઈ વ્યાખ્યાનો અને સત્સંગ કર્યા હતા. જ્યારે કેનેડામાં ટોરેન્ટો અને વાનકુવરની મુલાકાત લીધી હતી. તેમને ઉપનિષદો પર પ્રવચન આપવા માટે ડાર્ટમાઉથ યુનિવર્સિટી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમેરિકા અને કેનેડાના અનેક મંદિરોએ તેમને ભગવદ્દગીતા, ઉપનિષદો અને વૈદિક સંસ્કૃતિ અંગે પ્રવચનો આપવા આમંત્ર્યા હતા. આ પ્રવાસ દરમ્યાન તેમણે એક મહિના સુધી ન્યુઝીલેન્ડની મુલાકાત લઈ ઓકલેન્ડ, વેલિંગ્ટન અને પુકેકોહેમાં પણ પ્રવચનો આપ્યા હતા. ૨૦૦૩ બાદ દર વર્ષે તેઓ નિયમિતરૂપે અમેરિકા અને કેનેડાની મુલાકાત લે છે.

વધુ માહિતી : http://www.arshavidyatirtha.org

પૂ. સ્વામિનીજી “આર્ષદર્શન”માં “વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા” શિર્ષકથી ક્રમશ: લેખો લખે છે. જેના ૬ ભાગ હમણાં સુધીમાં પ્રગટ થઈ ચૂક્યા છે. જે આવનારા ૬ દિવસ સુધી આ સાઈટ પર વાંચવા મળશે.

.

.

 

Share this

6 replies on “વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૧-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.