મળ્યા છે દિવસો – દિનેશ ડોંગરે “નાદાન”

.

મળ્યા છે દિવસો અમને નિરંતર ભાગવા માટે,

અને રાતો ગણીને તારલાઓ જાગવા માટે.

.

ઉદાસી બારસાખે બાંધવા માંડી છે તોરણિયાં,

ફરીથી રાગ મારી અવદશાનો રાગવા માટે.

 .

તમે વરદાનમાં એક જ કૃપાઓ એમ વરસાવી,

હવે તો હાથ પણ ઊઠતા નથી કૈં માગવા માટે.

 .

બધાં જોખમ ઉઠાવીને અમે ડૂબકી લગાવી છે,

હવે ઊંડાણ દરિયાનું ફરીથી તાગવા માટે.

 .

જશું અંધારમાંથી નીકળી અંધારમાં “નાદાન”

અને આ માર્ગ પથરાળો ચરણને વાગવા માટે.

 .

( દિનેશ ડોંગરે “નાદાન”)

Share this

2 replies on “મળ્યા છે દિવસો – દિનેશ ડોંગરે “નાદાન””

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.