વાત કહું શ્યામ…- રમેશ પારેખ

.

તમે આવો તો વાત કહું શ્યામ…

નીત રે ઉઠીને મને ઉંબરમાં તગતગતા

સૂરજની શૂળ એમ વાગે

મારી હથેળી તારા કેશમાં ગૂંથેલ

મોરપીંછનો પડછાયો લાગે

દર્પણની દ્વારિકામાં દર્પણને તીર

હું તો પાણીને મૂલ વહું શ્યામ…

તમે આવો તો વાત કહું શ્યામ…

.

ચંદનની સૂનમૂન સૂતી હું ડાળ

મને લૂંબ્રઝૂંબ વાયરે ઝુલાવો

શેરી તો સાવ ફૂંક વિનાનો વાંસ

તમે પંચમની ફૂંક સમું આવો

ઘરના પોલાણમાંથી વાંસળીના સૂર જેમ

વગડે વેરઈ જઉ શ્યામ…

તમે આવો તો વાત કહું શ્યામ…

 .

( રમેશ પારેખ )

…જન્માષ્ટમીની શુભેચ્છાઓ… 

3 thoughts on “વાત કહું શ્યામ…- રમેશ પારેખ

  1. વાહ, સુંદર રચના આજના દિવસ માટે…શ્યામ ના આવે તો વાત ના કહે તું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *