પાંદડે પાંદડે નામ ! – સુરેશ દલાલ Aug21 . હું તો લીલું ઝાડ ને એની એક જ મોસમ શ્યામ ! તમારું પાંદડે પાંદડે નામ ! . હું તો ઊંચો પ્હાડ ને એને એક મનોરથ શ્યામ ! તમારું ઝરણે ઝરણે નામ ! . હું તો નાની કેડી એની ઝીણી ઝંખા શ્યામ ! તમારું પગલે પગલે નામ ! , હું તો અમથું નામ ને એની એક જ લગની શ્યામ ! કે મારું ભૂંસી નાખું નામ ! . ( સુરેશ દલાલ ) . ૧૯૭૯