માછલી સંદર્ભે – નારાયણ જોશી Aug31 . (૧) આ માછલીઓ એ બીજું કોઈ નથી પણ પૂર્વજન્મમાં અવગતે ગયેલી હોડીઓ જ છે ! . (૨) એ સત્ય છે કે : પાણી વગર, પાણી બહાર માછલી તરફડે જ, પણ… માછલી વગર પાણી અંદર પાણીને તરફડતા તમે ક્યારેય જોયું છે ? . (૩) આપણે જે દરિયાનો ઘૂઘવાટ સાંભળીએ છીએ એ ખરેખર તો માછલીના મૌનનો પડઘો છે ! . ( નારાયણ જોશી )