.
આ કોણ
રહી રહીને
ઉત્તેજ્યા કરે મારા હૃદયને ?
સમય બે-સમય આવીને આમ
જાય છે કોણ સ્પર્શી મારા હૃદયને ?
અનુભવ નથી આવા જલમૃદુ સ્પર્શનો મને –
અને એટલે જ તો
ઓશિયાળું થઈને હૃદય
તાક્યા કરે મારી આંખોની ભીતર શુંય !
ક્યાંક રહ્યું રહ્યું કોઈ
દિનરાત – પલવિપલ
સ્પર્શ્યા કરે મને ઊંડે ઊંડે !
અને ઓગાળ્યા કરે ધીરે ધીરે
મારા સકલ અસ્તિત્વને-
જેમ માટીના ઢેફા પર ઝરમર વરસે વ્યોમ
અને જલના વહેણની મધ્ય
માટીના કણ કણ ઓગળીને
થઈ જાય એકાકાર
એમ-
કોણે સ્પર્શી સ્પર્શીને
મૂકી મધવહેણમાં.
એકાકાર કરી મૂક્યું
મારા હૃદયને ?
.
( જગદીશ ત્રિવેદી )
saras
હિનાબેન,
સુંદર રચના શેર કરવા બદલ ધન્યવાદ !
સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ આપને તેમજ આપના પરિવારને શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવું છું.
જ્ય ભારત – જય હિંદ !
Perfect post on perfect day…
લાગણીઓનો ફુવારો છુટે એવું ગીત શેર કરવા બદલ થેન્ક Heena દીદી..