લખાશે ? – અશોક ત્રિવેદી Sep17 . અંતરની આ વાત, લખાશે ? પડખાં ફરતી વાત, લખાશે ? . સ્મરણોના રણમાં તરફડવું તારી મારી વાત, લખાશે ? . ટોચ ઉપરથી એવાં ગબડ્યાં નીચે ઝંઝાવાત, લખાશે ? . દગો સુકાની મધદરિયે દે, માણસ ડૂબ્યા સાત, લખાશે ? . અહીં સ્મિત પણ ક્યારે છળશે માણસ છે કમજાત, લખાશે ? . આજ કફનની નીચે સૂતો ? જીવતરનો સૂર્યાસ્ત, લખાશે ? . ( અશોક ત્રિવેદી )
ખુબ સરસ