લખાશે ? – અશોક ત્રિવેદી

.

અંતરની આ વાત, લખાશે ?

પડખાં ફરતી વાત, લખાશે ?

 .

સ્મરણોના રણમાં તરફડવું

તારી મારી વાત, લખાશે ?

 .

ટોચ ઉપરથી એવાં ગબડ્યાં

નીચે ઝંઝાવાત, લખાશે ?

 .

દગો સુકાની મધદરિયે દે,

માણસ ડૂબ્યા સાત, લખાશે ?

 .

અહીં સ્મિત પણ ક્યારે છળશે

માણસ છે કમજાત, લખાશે ?

 .

આજ કફનની નીચે સૂતો ?

જીવતરનો સૂર્યાસ્ત, લખાશે ?

 .

( અશોક ત્રિવેદી )

One thought on “લખાશે ? – અશોક ત્રિવેદી

Leave a Reply to જીવન કલા વિકાસ(વિકાસ કૈલા) Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.