નન્દનની સામે તથા રવીન્દ્રભવનની પશ્ચિમ દિશામાં એક મોટો હોલ છે એનું નામ છે ‘નાટ્યઘર’. હોલની અંદર મંચની બન્ને બાજુ અને ઉપરની દીવાલો પર રામકિંકર બૈજ દ્વારા બનાવેલા ચિત્રો છે. એક બાજુ નારદ છે તથા બીજી બાજુ નૃત્યની મુદ્રામાં લાલન ફકીર છે. રવીન્દ્રસપ્તાહ, વર્ષામંગલ, શરદોત્સવ વગેરે કાર્યક્રમો અહીં થાય છે.
.
કાલાઘર
.
કાલાઘર
.
કાલાઘર
.
કાલાઘર
.
.
કાલાઘર
કલાભવન વિસ્તારમાં થોડા આગળ જતાં સંગીતભવનની પાસે કલાભવનના વિદ્યાર્થીનું છાત્રાવાસ છે જેનું નામ છે ‘કાલાઘર’. આ માટીનું ઘર છે. ઘરની દીવાલો તથા થાંભલાઓ શિલ્પોથી અલંકૃત છે. દેશ-વિદેશની વિવિધ શિલ્પકૃતિઓના અનુકરણમાં આ કૃતિઓ બનાવવામાં આવી છે. આની પરિકલ્પના નન્દલાલ બસુએ કરી હતી. વરસાદના પાણીથી આ કૃતિઓ નાશ ના પામે એટલા માટે એના પર coal tarનો લેપ નિયમિત રીતે લગાવવામાં આવે છે.
તમારી પારખુ કલાદૃષ્ટિ અને એક આગવો શોખ સુપેરે છતા થાય છે આ ચિત્રોના પ્રદર્શન દ્વારા .આવી પ્રવૃતિઓ માટે સમય કાઢવો,ફાળવવો…આજના જમાનામાં સહેલી વાત તો નથી!-લા’કાન્ત / ૨૯-૯-૧૨
thanks for the info…I was wondering about it..
તમારી પારખુ કલાદૃષ્ટિ અને એક આગવો શોખ સુપેરે છતા થાય છે આ ચિત્રોના પ્રદર્શન દ્વારા .આવી પ્રવૃતિઓ માટે સમય કાઢવો,ફાળવવો…આજના જમાનામાં સહેલી વાત તો નથી!-લા’કાન્ત / ૨૯-૯-૧૨
ખૂબજ સુંદર કલાકૃતિ સાથેના અલગ અલગ સ્થળના ફોટોગ્રાફ્સ માણવાની ખૂશી થઇ. ધન્યવાદ !