મણકા સમી જ – શ્યામ સાધુ

.

મણકા સમી જ એને વિખેરી શકાય છે,

ઈચ્છાઓ જળની જેમ ઉલેચી શકાય છે !

 .

આવો તરસને આંખનું ઉપનામ આપીએ,

મૃગજળ સમું કહે છે – સમેટી શકાય છે !

 .

નિર્મમપણાની ભીંત ઉપર આવું કૈં લખો,

‘આ શૂન્યતાઓ દૂર ખસેડી શકાય છે!’

 .

વસ્ત્રો સમા દિવસ તમે ફેંકી શકો નહીં,

હા, એટલું ખરું કે પહેરી શકાય છે!

 .

એકાદ ચિંતા ફૂલની માફક ચૂંટી જુઓ,

લિપિ ઘણી ય ઊંધી ઉકેલી શકાય છે!

 .

( શ્યામ સાધુ )

Share this

4 replies on “મણકા સમી જ – શ્યામ સાધુ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.