શું થયું ? – કમલ વોરા

.

રેતીમાં પગ ખોડવાથી શું થયું ?

કે રણોમાં દોડવાથી શું થયું ?

 .

કાચ તો યે કાચ બસ કેવળ રહ્યો

આયનાઓ ફોડવાથી શું થયું ?

.

તું સમયના સાપનો ફુત્કાર જો

કાંચળી તરછોડવાથી શું થયું ?

 .

રક્તમાં ઘૂમતાં વમળ અટક્યાં નહીં

શબ્દ યાદો જોડવાથી શું થયું ?

.

જો દિશાઓ આભ આ સામે ઊભા

માત્ર ભીંતો તોડવાથી શું થયું ?

 .

( કમલ વોરા )

One thought on “શું થયું ? – કમલ વોરા

Leave a Reply to અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી' Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.