નાનીલુ (તેલુગુકાવ્યો)- એન. ગોપી

કેવો તપારો અનુભવાય છે

આ પૃષ્ઠો પર

શું શબ્દોને પણ

આવ્યો હશે તાવ ?

*

સપનાંઓનો

ક્યારેય અંત આવે છે ખરો ?

માત્ર થોડીવાર માટે

રહે છે મોકૂફ.

*

એક જ હાથ ચલાવી શકે

તલવાર અને હલ્લેસું બંને

પસંદગી તમારે કરવાની.

*

બહાર નીકળતાં વ્હેંત જ

વરસાદે પીછો કર્યો

ભાગ્યો

તો સામે વાવાઝોડું !

*

કાવ્યો રહે છે તમારાં

લખાયા સુધી

પછી તો એ

સમયને સોંપેલ વસિયતનામું.

 .

( એન. ગોપી, અનુ. ઉર્વીશ વસાવડા )

Share this

3 replies on “નાનીલુ (તેલુગુકાવ્યો)- એન. ગોપી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.