અહર્નિશ વાગવા માંડુ – વિષ્ણુ પટેલ

.

ઉછીનાં વસ્ત્ર-આભૂષણ-મહાલય ત્યાગવા માંડુ,

દશા બદલે દિશા જે, એ દિશામાં ભાગવા માંડુ.

 .

ચઢી ગ્યા કેટલા ચહેરા અસલ ચહેરા ઉપર આ તો !

કરું શું તો, હતો એવો હું માણસ લાગવા માંડું ?

 .

તમારી આ દવાઓથી દરદ તો ઓર વકરે છે !

હવે બસ બહુ થયું, છોડો; દુવા હું માગવા માંડું.

 .

ખરું, છું વાંસળી, પણ દૂર થઈ ગઈ સૂરની દુનિયા !

અલખની ફૂંક વાગે તો અહર્નિશ વાગવા માંડું.

 .

કશું સમજાય ના કે છે અવસ્થા આ કઈ મારી ?!

નયન મીંચાય જેવાં કે તરત હું જાગવા માંડું !

 .

તમે બસ, એટલું જોજો છૂટે ના દોર આ મારો;

હું ભીતર ડૂબકી મારીને તળિયાં તાગવા માંડું.

 .

( વિષ્ણુ પટેલ )

Share this

2 replies on “અહર્નિશ વાગવા માંડુ – વિષ્ણુ પટેલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.