હું ખોવાયો છું ! – સતીશ વૈષ્ણવ

.

મેં છીંકણી રંગનું પેન્ટ

અને ચોકડીવાળો બુશકોટ પહેર્યાં નથી.

મને કપાળે વાગ્યાનું નિશાન નથી.

મને ગુજરાતી વાંચતાં, લખતાં આવડે છે.

હું વાંચતી વખતે ચશ્માં પહેરું છું.

મને ડાબા હાથે કામ કરવાની આદત નથી.

મારા માનવા પ્રમાણે…

હું અસ્થિર મગજનો નથી.

મારા માતા-પિતાની તબિયત સારી છે.

મારી પત્નીએ જમવાનું છોડી દીધું નથી.

મારો પુત્ર નિશાળે નિયમિત જાય છે.

કોઈએ મને ઠપકો આપ્યો નથી.

કોઈને કહ્યા વિના હું ક્યાંય ચાલ્યો ગયો નથી.

ઘરમાં જ બેઠો છું.

છતાં

હું ખોવાયો છું !

 .

( સતીશ વૈષ્ણવ )

2 thoughts on “હું ખોવાયો છું ! – સતીશ વૈષ્ણવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *