વાંસળી હો કે વાંસ સળી – ગાયત્રી ભટ્ટ

.

વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો

કોઈને વાગી ફાંસ કોઈને કેફ નાદનો ચડ્યો…

.

વાંસળી મતલબ વડલા પાછળ વાગ્યા કરતી ધૂન

વગર વગાડ્યે વાગ્યા કરતું ગીત કહે : લે, સુન…

બોલ વગરની બંદિશ ગાતાં મનને મારગ જડ્યો

વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો…

.

ખબર પડી ના કેમ કરીને પ્હોંચી ગઈ હું વગડે

કેમ કરી સમજાવું મનને લોચનથી ના ઝગડે

સૂરની માયા એવી વગડો વૃંદાવન થઈ ફળ્યો…!

વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો…

 .

ફૂંક ફરે ને ફરે ટેરવાં હોઠમાં જાદુ છાયો

આરપાર અવકાશો ભેદી સૂર ઘણો છલકાયો

મઘમઘતો કોઈ મેઘધનુષી ભાવ ભીતરે ભળ્યો…!

વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો…

કોઈને વાગી ઠેસ કોઈને કેફ નાદનો ચઢ્યો…

 .

( ગાયત્રી ભટ્ટ )

Share this

3 replies on “વાંસળી હો કે વાંસ સળી – ગાયત્રી ભટ્ટ”

  1. ખૂબજ સુંદર ભાવ સાથેની રચના !

    દિવાળીનાં પ્રકાશમય દિવસો અને નવલ પ્રભાતનું નવું વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ, સમૃધ્ધિ, શાંતિ, સ્વાસ્થ્ય, અને સ્નેહ લઈને આવે તેવી શુભેચ્છા સહ. “Happy Diwali & Happy New Year “

  2. ખૂબજ સુંદર ભાવ સાથેની રચના !

    દિવાળીનાં પ્રકાશમય દિવસો અને નવલ પ્રભાતનું નવું વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ, સમૃધ્ધિ, શાંતિ, સ્વાસ્થ્ય, અને સ્નેહ લઈને આવે તેવી શુભેચ્છા સહ. “Happy Diwali & Happy New Year “

  3. ખૂબજ સુંદર ભાવ સાથેની રચના !

    દિવાળીનાં પ્રકાશમય દિવસો અને નવલ પ્રભાતનું નવું વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ, સમૃધ્ધિ, શાંતિ, સ્વાસ્થ્ય, અને સ્નેહ લઈને આવે તેવી શુભેચ્છા સહ. “Happy Diwali & Happy New Year “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.