છું કે નહિ ? – લાભશંકર ઠાકર Nov18 અંધકારમાં દીપ પેટાવું છું છતાં મને કેમ દેખાતો નથી ? કોણ ? હું. તું નથી ? મારે એ જ જાણવું છે કે- હું છું કે નહિ ? આ કોણે આપ્યો જવાબ ? મેં. તેં ? હા, તારા નિત્ય નકારે. તો મારો હકાર ક્યાં છે ? તે નથી. એટલે ? તું નથી. તો આ ભીતરની ભીતરમાં છું-છું-છું-છું એવો… એવો…અવાજ કરે છે કોણ ? ઈચ્છના પિચ્છ ફફડાવતું કલ્પાયન તારું. . ( લાભશંકર ઠાકર )