યાદ આવે છે – સુરેશ દલાલ

કોઈકની મને યાદ આવે છે,

જળનો ઝીણો સાદ આવે છે.

 .

દરિયા-કાંઠે ફરતો રહું

મોજાં ઊછળે, શમે.

સાંજને સમે તારા વિના

કઈ રીતે મને ગમે ?

હવા નહીં, વિષાદ આવે છે.

જળનો ઝીણો સાદ આવે છે.

 .

હલેસાં વિના એકલી હોડી

કોણે મારા જળમાં છોડી ?

રાતની ઘૂઘવે શાંતિ, મને

કોણ ગયું તરછોડી ?

ખારો ખારો સ્વાદ આવે છે.

જળનો ઝીણો સાદ આવે છે.

 .

( સુરેશ દલાલ )

One thought on “યાદ આવે છે – સુરેશ દલાલ

Leave a Reply to અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી' Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.