પોપચાંને ચૂમી – સંદીપ ભાટીયા

.

પોપચાંને ચૂમી જગાડ તું

આંખો રેતાળ, એમાં

મોગરાનું ફૂલ ઉગાડ તું

 .

રાત ઓછાડની ન ઊકલેલી ગડી

સવાર હુલાવે એલાર્મની ઘંટડી

બંધ હોઠથી બંસરી જગાડ તું

પોપચાંને ચૂમી જગાડ તું

 .

ખાલી ફૂલદાન ખાલી આઈનો હોઉં છું

સપનામાં પોતાને તૂટી જતો જોઉં છું

મને જીવવાનો ચસ્કો લગાડ તું

પોપચાંને ચૂમી જગાડ તું

 .

( સંદીપ ભાટીયા )

3 thoughts on “પોપચાંને ચૂમી – સંદીપ ભાટીયા

 1. બહુ સુંદર ગીત તમે મુકયું છે. મેં તથા મારી પત્નીએ વાંચ્યું. અમને બન્નેને બહુ ગમ્યું !
  અમારું એક “સ્વર માધુરી ગ્રુપ અહીં ચાલે છે. 40 દંપતીઓ છઈએ જેમાંથી 20 જણ ગાઈએ છીએ. ફરજીઆત ગુજરાતી ગીત ગાવાનું, જે વિષય આપ્યો હોય તે વિષય પર ગુજરાતી ગીત ગાવાનું હોય છે. એક વખત કોઈએ એક ગીત ગાયું હોય તે ફરીથી રીપીટ ના થવું જોઈએ. ક્યારેક કોઈ સભ્યને છુટ અપાય છે.
  છેલ્લા 15 વર્ષોથી આ પ્રવૃત્તિ અમે ચલાવીએ છીએ. અત્યાર સુધીમાં 140 કાર્યક્રમો થયા છે અમે લગભગ 1700 થી 1800 નોન રીપીટ ગુજરાતી ગીતો ગાયા છે. દરેક કાર્યક્રમમાં હું એક સોલો ગીત તથા હું અને મારા પત્ની (તેનું નામ ઈલા છે) એક ડ્યુએટ ગાઈએ છીએ.
  અમે બન્ને ( બન્ને +60 ) ગુજરાતીમાં ભણ્યા છીએ તેથી ગુજરાતી ગીતો ગાવા બહુ ગમે છે. સભ્યો બહુ સારો રસ લે છે. હરેક કાર્યક્રમ માટે દરેકે
  નવા ગીતો શોધીને તૈયાર કરવાના હોય છે. હવે સહુ ગુજરાતી બ્લોગ નો સહારો લેતા થયા છે અને તે રીતે ગુજરાતી સાહિત્ય સાથે સારો સંપર્ક
  રહે છે. અમારી આ પ્રવૃત્તિમાં કવિ શ્રી મેઘબિંદુનો સંપૂર્ણ સાથ અને સહકાર છે.

  અમારા આ કાર્યક્રમોમાં પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે, આસિત-હેમા દેસાઈ, શિવકુમાર નાકર, નૈનેશ જાની, સુરેશ જોશી, રેખા ત્રિવેદી, જહાનવી શ્રીમાંનકર, મેઘબિંદુ, સ્વ. પુ. હરિભાઈ કોઠારી, મહેશ શાહ, મેહુલ, વ. હાજર રહી અમને પ્રોત્સાહિત કર્યા છે.

  હું ક્યારેક તૈયાર સ્વરબદ્ધ ગીતો ના મળે તો સારા ગીતો શોધી સ્વરબદ્ધ કરું છું. સંગીત શીખ્યો છું તેનો ઉપયોગ થાય છે.

  તમને આટલા લંબાણથી લખવાનું કારણ એ કે તમારું આ ગીત અમને ગમ્યું છે તેથી તે ક્યારેક અમે ગાશું. પ્રેમ ગીતો, પતિ-પત્નીના પ્રેમ ગીતો,
  વગેરે વિષયો પર ગીતો અમારે થયા છે. જેમાં અમે રમેશ પારેખનું આસિત-હેમા દેસાઈએ ગયેલું “”મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી
  ને ઘેરાતી રાત તને યાદ છે ….. મને યાદ છે ……” ગાયું છે।
  .
  ક્યારેક કોઈ સભ્ય “મનગમતા ગીતો”નો વિષય રાખે તેમાં પણ આવા ગીતો ગાય શકાય છે. ગયા માર્ચ-2012 માસમાં એક સભ્યે મનગમતા
  ગીતો નો વિષય રખ્યો હતો. તે વખતે એક વર્તમાન પત્રમાં છપાયેલ કવિ શ્રી કૃષ્ણ દવેનું ગીત હાથ ચઢ્યું –
  “પળ બે પળ, પળ બે પળ ચાલ ને રમીયે પળ બે પળ ….
  મારી પાસે ઢગલો રેતી તારી પાસે ખોબો જળ
  ચલ ને રમીયે પળ બર પળ ……………………..” આ ગીત સ્વરબદ્ધ કરી અમે ગયું હતું।

  તમારા બ્લોગ પર મુકાતી રચનાઓ નિયમીત માણીએ છીએ પણ કોમેન્ટ્સ કાયમ લખાતી નથી.તો ક્ષમા કરશો.
  કવિ સંદીપ ભાટિયા મારા ગમતા કવિઓમાંના એક છે. તેમની એક રચના સુરેશ જોશીએ સ્વરબદ્ધ કરેલી અને ગાયેલી
  “ઝાંખી પાંખી નજરું પાછા મંદિરમાં અંધિયારા જી
  ગામ લોકમાં વાતો ચાલી ગીરીધર કામણગારા જી” મેં અમારા એક કાર્યક્રમમાં ગાયેલી.

  તમારી આ સાહિત્યિક પ્રવૃત્તિ સારી રીતે ચાલે અને તેમાં તમે પ્રગતિ કરો તેવી શુભેચ્છા!

  આભાર!

  દિનેશ પંડ્યા
  ઘાટકોપર, મુંબઈ

Leave a Reply to Dinesh Pandya Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.