એવું તો થાય ! – નીતિન વડગામા

.

થાય, ભાઈ, એવું તો થાય !

આજે ઊગેલા આ શબ્દોનો અર્થ ક્યાંક કાલે સમજાય !

 .

ઊછળતા-ઘૂઘવતા દરિયાની હોડમાંય ઊતરતી સગમગતી હોડી !

મનસૂબા મોતીના હોય તોય ખોબામાં આવે છે શંખલા ને કોડી !

 .

આપણને મોટા દેખાડવા આપણો જ પડછાયો કેવો લંબાય !

થાય, ભાઈ, એવું તો થાય !

 .

માળામાં બેસીને નાનકડી ચકલી પણ ઝાડને જ આપે છે જાસો !

લ્હેરાતા છાંયડાઓ ટોળે વળીને પછી રોજરોજ દેખે તમાશો !

 .

ગોફણથી છૂટેલા પથ્થરથી જાણે કે ઊછરતા ટહૂકા વીંધાય !

થાય, ભાઈ, એવું તો થાય !

 .

( નીતિન વડગામા )

Share this

6 replies on “એવું તો થાય ! – નીતિન વડગામા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.