થોડાક શબ્દો નીકળ્યા છે – મનીષ પરમાર

આંસુની ભીનાશમાં થોડાક શબ્દો નીકળ્યા છે,

આ સમયના શ્વાસમાં થોડાક શબ્દો નીકળ્યા છે.

.

ફૂલ મારા હાથમાં ચોળાયલું આવી પડ્યું છે,

તરફડી સુવાસમાં થોડાક શબ્દો નીકળ્યા છે.

 .

દૂર શેઢે સાવ કોરી ડાયરી સમ ફરફરું,

ચાસની લીલાશમાં થોડાક શબ્દો નીકળ્યા છે.

 .

પંખીઓ ઊડી ગયાં છે ડાળ મૂકીને અગોચર,

ડૂબતા અજવાસમાં થોડાક શબ્દો નીકળ્યા છે.

 .

કેટલું અણદીઠ જોવાનું હજી બાકી રહ્યું છે,

પાંપણોની પ્યાસમાં થોડાક શબ્દો નીકળ્યા છે.

 .

( મનીષ પરમાર )

One thought on “થોડાક શબ્દો નીકળ્યા છે – મનીષ પરમાર

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.