પંચેન્દ્રિય ગઝલ-ગુચ્છ(૧)-આંખથી – આહમદ મકરાણી

.

(૧)

.

એ ન આવ્યા, ના જગાયું આંખથી;

દર્દ એવું- ના ખમાયું આંખથી.

 .

ચીતરેલું દ્રશ્ય જાણે આ જગત;

ના કદી થાતું સવાયું આંખથી.

 .

વ્યર્થ વિરહનો હિમાલય પીગળે,

એક અશ્રુ ના જમાવ્યું આંખથી.

 .

મૌન પોતે જીભ પર આવી રમે;

શબ્દફળ કેવું ખવાયું આંખથી !

 .

આ ચરણ તો કેટલુંયે કરગરે !

મયકદામાં શું પીવાયું આંખથી !

 .

( આહમદ મકરાણી )

Share this

2 replies on “પંચેન્દ્રિય ગઝલ-ગુચ્છ(૧)-આંખથી – આહમદ મકરાણી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.