મંદિર મારા મનમાં – સુરેશ દલાલ

મંદિર મારા મનમાં ને મસ્જિદ મારા મનમાં

દેવળ હોય કે હોય દેરાસર : મારી ક્ષણેક્ષણમાં

 .

આકાશને તો હોતો નથી

કોઈને કોઈનો ભેદ

ઈંટમાં કદી હોતો નથી

કોઈનો પ્રભુ કેદ

 .

હરખ-શોકના હાંસિયા એ તો આપણા પાગલપનમાં

મંદિર મારા મનમાં અને મસ્જિદ મારા મનમાં

 .

નદી કોઈને ના કહે નહીં

ફોરમને નહીં પાળ

આપણે મારુંતારું કરી

ભોગવીએ જંજાળ

 .

પ્રાર્થના, બંદગી, નમાજ એ તો રસ્તા ત્રિભુવનના

મંદિર મારા મનમાં અને મસ્જિદ તારા મનમાં.

 .

( સુરેશ દલાલ )

Share this

4 replies on “મંદિર મારા મનમાં – સુરેશ દલાલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.