ના તાજ કે ન તખ્ત – એસ. એસ. રાહી

ના તાજ કે ન તખ્ત, ઈજ્જત અલોપ છે,

કિલ્લા ઉપર કટાયેલી એ કોની તોપ છે.

 .

રણનો કબીલો એ પછી હિજરત કરી ગયો,

આ ઝાંઝવાના ગામમાં શેનો પ્રકોપ છે.

 .

મારા સ્મરણની વીંટી મેં આપી છે તે મહીં,

ધાતુ છે લાગણીની ને ઉર્મિનો ઓપ છે.

 .

મીઠા સ્વરોમાં વાંસળીએ કાનમાં કીધું :

જમના કિનારે વાટ જોતો કોઈ ગોપ છે.

 .

છઠ્ઠીના લેખમાં જ વિધાતાએ લખ્યું કે,

તારા જીવનની વારતામાં ઘટનાલોપ છે.

 .

( એસ. એસ. રાહી )

Share this

4 replies on “ના તાજ કે ન તખ્ત – એસ. એસ. રાહી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.